અમૃત ફળ – આમળાં

અમૃત ફળ – આમળાં

આરોગ્ય આટલું સસ્તું નહિ મળે- આમળાં ખાઈ લ્યો કારણકે જેમ કહેવાય કે, શરીરના પોષણને માટે વિટામીન, પ્રોટીન, ફેટ, મિનરલ્સ વિગેરે જોઈએ પરંતુ આ બધું સામાન્ય વ્યક્તિની સમજણની બહાર છે કે, કયા દ્રવ્યમાં કેટલા અને કયા મિનરલ્સ છે?
 
પરંતુ આપણા આયુર્વેદના ઋષિઓએ તેના માટે સરળ રસ્તો આપ્યો. રસ ના છ પ્રકાર છે: મધુર, અમ્લ (ખાટો), લવણ (ખારો), કટુ (તીખો), તિક્ત (કડવો), કષાય(તૂરો). જે દ્રવ્યમાં છ રસ હોય અથવા છ માંહ્યલા વધુમાં વધુ રસ હોય તે સંપૂર્ણ આહાર કે ઔષધ કહી શકાય.

પૃથ્વી ઉપરના તમામ આહાર, ઔષધ કે વનસ્પતિમાં છ એ છ રસ હોય તેવી એકપણ ચીજ નથી (છે પણ તે એક પ્રકારની માછલી). જ્યારે હરડે, આમળાં અને લસણ. આ ત્રણ જ ઔષધ એવા છે કે જેમાં પાંચ રસ છે. હરડે અને આમળામાં લવણ નથી. લસણ એ ઉષ્ણ- ગરમ હોવાથી સૌને અનુકુળ આવે નહિ, હરડે એ ઔષધ છે. જ્યારે આમળાં એ સૌનું પ્રિય શ્રેષ્ઠ આહાર અને ઔષધ છે. આજનું વિજ્ઞાન પણ કહે છે કે, બધાજ ખટાશ વાળા દ્રવ્યોમાં સર્વ શ્રેષ્ઠ દ્રવ્ય આમળાં છે કે જેમાં સૌથી વધુ વિટામીન- સી રહેલું છે.
 
આમળાંનો ઉપયોગ:
૧. આચાર્ય ચરક કહે છે, દરરોજ આમળાંના રસ સાથે હળદર લેવાથી પ્રમેહ- મધુમેહ દૂર થાય છે. રસની માત્રા ૫૦ મી.લી થી વધુ નહિ.
 
૨. આમળાંનું છીણ અથવા નાના ટૂકડા કરીને છાંયે- તડકે સૂકવીને તેનું ચૂર્ણ બનાવીને ભરી લેવું. મસામાં લોહી પડે તો દહીં સાથે લેવું, સાકર સાથે લેવાથી શ્વેતપ્રદર, પેશાબની બળતરા, શરીરની બળતરા, પેટનો ગરમીનો દુખાવો મટાડે છે, હેડકીમાં મધ સાથે પીવું, ગોળ સાથે લેવાથી પેશાબ છૂટથી આવે છે, તાકાત આપે છે, થાક દૂર કરે છે, શીળસ મટાડે છે.

૩. રસાયણ: શરીરની બધીજ ધાતુઓ વધારીને દીર્ઘાયુષ્ય જે આપે છે તેને રસાયણ કહે છે. આમળાંનાં ચૂર્ણમાં આમળાંનો રસ ઉમેરીને ઘૂંટીને, સૂકવીને બનતા ચૂર્ણને ઘી કે મધ સાથે નિયમિત લેવાથી તે રસાયણનું કામ કરે છે.
 
૪. જીવન: ઘરના બધાજ સભ્યો આખુંય વર્ષ ખાઈ શકે અને આમળાંનાં બધાજ લાભ સહજતાથી લઇ શકાય તેવું સૌને માટે ઉપયોગી જીવન બનાવવાની રીત:

બે કિલો આમળાંને ગરમ પાણીમા ધોઈ, ચાર કિલો પાણીમાં બાફવાં. આમળાં બરાબર બફાઈ ગયા બાદ તે આમળાંને મોટી તપેલી ઉપર બાંધેલા કપડાંની ઉપર ઘસીને આમળાંનો માવો અલગથી કાઢી લેવો અને આમળાં બાફતાં વધેલા પાણીમાં ત્રણ કિલો સાકર ઉમેરી બે તારી ચાસણી બનાવી લેવી  (મધુમેહના દરદીને માટે સાકરની ચાસણી હોવાથી ખાઈ શકાય નહિ. ટેસ્ટ પ્રમાણે સાકરની માત્રા ઓછી- વધતી કરી શકાય) ત્યારબાદ આમળાંનાં માવાને ૨૦૦ ગ્રામ ગાયનું ઘી અને ૨૦૦ ગ્રામ તલના તેલમા શેકી લેવો. સેકાઈને તૈયાર થયેલ માવો (જેમાં ઘી- તેલ છૂટું પડી જાય તે તેની સેકવાની નિશાની છે.) ને ચાસણી સાથે ભેગું કરીને પકાવવો. આ થયું આપણું જીવન. જેમાં તજ, તમાલપત્ર, એલાયચી, નાગકેસર ઔષધો ૮૦- ૮૦ ગ્રામની માત્રામાં પ્રક્ષેપ તરીકે કપડાછાન પાવડર બનાવીને જીવનમાં ઉમેરી શકાય.             
.....................................................વૈદ્ય મહેશ અ. અખાણી

Amrit fruit – Amla

Health is not so cheap – eat amla because as it is said, vitamins, proteins, fats, minerals etc. are needed for the nourishment of the body but all this is beyond the understanding of a common person that how many and which minerals are in which substance?

But our Ayurvedic sages gave an easy way for it. There are six types of rasas: sweet, sour, salty, pungent, bitter, astringent. A substance that has six rasas or more than six rasas can be called a complete food or medicine.

In all the food, medicine or plants on earth, there is not a single thing that has six rasas (there is, but it is a type of fish). Whereas, harde, amla and garlic. These are the only three medicines that have five rasas. Harde and amla do not have salt. Garlic is not suitable for everyone because it is hot, but it is a medicine. While amla is everyone's favorite food and medicine. Today's science also says that among all sour substances, amla is the best substance, which contains the most vitamin C.

Use of amla:

1. Acharya Charak says that taking turmeric with amla juice every day cures diabetes. The amount of juice should not be more than 50 ml.

2. Grind amla or make small pieces, dry it in the shade or in the sun, make its powder and fill it. If there is blood in the wart, take it with curd, taking it with sugar cures white discharge, urinary tract infection, body inflammation, stomach pain, drinking it with honey for hiccups, taking it with jaggery makes urine flow freely, gives strength, removes fatigue, cures piles.

3. Rasayan: Anything that increases all the minerals in the body and gives longevity is called Rasayan. By adding amla juice to amla powder, kneading it, drying it and taking it regularly with ghee or honey, it works as a rasayan.

4. Jivan Avaleh : A way to create a Jivan Avaleh that is useful for everyone so that all the members of the family can eat it all year round and all the benefits of amla can be easily taken:

Wash two kilos of amla in hot water, boil it in four kilos of water. After the amla is cooked properly, rub the amla on a cloth tied on a large pan and remove the amla pulp separately. Add three kg of sugar to the water left over while boiling the amla and make a syrup of two parts (for diabetics, it cannot be eaten as it is a sugar syrup. The amount of sugar can be reduced or increased according to the test). Then roast the amla pulp in 200 grams of cow ghee and 200 grams of sesame oil. The pulp prepared after roasting (in which the ghee and oil separate is a sign of its roasting.) Mix it with the syrup and cook it. This is our life. In which cinnamon, bay leaf, cardamom, and nagkesar herbs in the amount of 80-80 grams can be added to life by making a cloth powder as a mixture.
.....................................................Vaidya Mahesh A. Akhani